ભારત `એ'' ટીમની ન્યૂ ઝીલૅન્ડ સામે મજબૂત શરૂઆત

ભારત `એ'' ટીમની ન્યૂ ઝીલૅન્ડ સામે મજબૂત શરૂઆત
ચાર બૅટધરોની અર્ધસદીથી પ વિકેટે 340 રન
માઉન્ટ માઉંગાનુઇ (ન્યુઝીલેન્ડ), તા.16: ઇન્ડિયા એ ટીમે ન્યુઝીલેન્ડના પ્રવાસની શાનદાર શરૂઆત કરી છે. યુવા બેટધર પૃથ્વી શો અને અનુભવી પાર્થિવ શાહ સહિતના ચાર બેટસમેનની અર્ધસદીથી ભારતે ન્યુઝીલેન્ડ એ ટીમ વિરૂધ્ધ બિન સત્તાવાર ટેસ્ટના પહેલા દિવસે પ વિકેટે 340 રન કરી લીધા હતા. પહેલા દિવસની રમતના અંતે વિકેટકીપર પાર્થિવ પટેલ 111 દડામાં 79 રને અણનમ રહ્યો હતો. જો કે ટેસ્ટ સ્ટાર સુકાની અંજિકયા રહાણે (12) અને મુરલી વિજય (28) નિષ્ફળ રહ્યા હતા.
જ્યારે ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ પદાપર્ણ કરનાર હનુમા વિહારીએ 1પ0 દડામાં 86 રન કર્યાં હતા. તે દિવસના છેલ્લા દડે આઉટ થયો હતો. મયંક અગ્રવાલે 6પ અને યુવા પૃથ્વી શોએ 62 રન બનાવ્યા હતા.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer