બ્રેક્ઝિટની વિષમ અસરો
મંગળવારે અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરે તેવી વકી
લંડન તા. 1પ: બ્રેક્ઝિટના મામલે યુકેના વડા પ્રધાન થેરેસા મેની ખુરશી જોખમમાં આવી પડે તેમ છે: ઠરાવના વિરોધમાં બ્રેક્ઝિટ મંત્રી ડોમેનિક રાબ, ભારતીય મૂળના મંત્રી શૈલેષ વારા, પેન્શન મંત્રી ઈસ્થર મેકવે અને એક જુનિયર મંત્રી સહિત 4 મંત્રીઓએઁ રાજીનામા આપ્યા બાદ મેના નેતૃત્વ સામે સવાલ ઉઠી રહ્યા છે, બલકે આવતા સપ્તાહે (મોટા ભાગે મંગળવારે) તેમની સામે અવિશ્વાસ પ્રસ્તાવ આવે તેમ છે. જો કે બદલાયેલી સ્થિતિમાં ય થેરેસા, બ્રેક્ઝિટ સમજુતીને લઈ પોતાની વલણ પર અફર રહ્યા છે. ઉકત મંત્રીઓનાં રાજીનામા પછી સર્જાયેલી પરિસ્થિતિનો સામનો કરવા તેમણે એલાન કરતા તેમણે જણાવ્યુ હતું કે મંત્રીઓના રાજીનામાંથી હું ખેદ અનુભવું છું પણ સમજુતી ય દેશ અને દેશના લોકોના હિતમાં છે.