છત્તીસગઢ કિંગમેકર બનશે જોગી-માયાવતીની જુગલબંધી ?

રાયપુર, તા. 16 : છત્તીસગઢની ચૂંટણી સામાન્ય રીતે બે પક્ષો વચ્ચે ખરાખરીનો જંગ બને છે. પરંતુ વર્તમાન ચૂંટણીમાં અજીત જોગી અને બસપાના ગઠબંધને આપેલી ટક્કરથી ત્રીકોણિય જંગ ખેલાશે. 90 બેઠકો ધરાવતી છત્તીસગઢ વિધાનસભાની 39 બેઠકો અનુસુચિત જાતિ-જનજાતિ માટે આરક્ષિત છે. આ બેઠકો ઉપર જોગી અને બીએસપી ફેક્ટરની જોરદાર અસર જોવા મળે તેવી સંભાવના છે અને ચૂંટણીમાં જોગી-બસપાનું ગઠબંધન કિંગમેકર બની શકે છે. તેમજ ડિસેમ્બરમાં છત્તીસગઢની સત્તા કોના હાથમાં રહેશે તે જોગી અને બસપાના ગઠબંધનના પ્રદર્શન ઉપર નિર્ભર કરે છે. 
અજીત જોગી અને બસપાની જુગલબંધીને લઈને ક્યાસ લાગી રહ્યા છે કે, હકીકતમાં નુકશાન ભાજપને થશે કે કોંગ્રેસ ? ભાજપ અને કોંગ્રેસ બન્ને જોગી-માયાવતીના ગઠબંધનને એક બીજાની ટીમ ગણાવી રહ્યા છે. જો કે કોંગ્રેસનું કહેવું છે કે, જોગી-બસપા એક થવાથી વધુ ફેર નહીં પણ ભાજપને ફટકો પડવાની શક્યતા છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer