બેકાર સ્નાતક મોચી બની ગયો ! બેનર લગાવવાથી ધંધો જામ્યો

વડોદરા, તા. 16 : એક મહિના અગાઉ તો ઓમવીર મન્દ્રે ગોધરામાં પગરખાં અન બેગની સિલાઈ કરનારો એક સામાન્ય મોચી જ હતો, પરંતુ એક સપ્તાહ પહેલાં આ ગ્રેજ્યુએટ મોચીએ પોતાના વ્યવસાયની જાહેરાત કરવાનું શરૂ કર્યા બાદ તે બધાના આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે.
પોતાના એક નાના સ્ટોલ પર તેણે `િશક્ષિત બેરોજગાર દ્વારા સંચાલિત' એવું બેનર લગાવ્યું છે.
ઈન્દોરની ઈસ્લામિયા કરીમિયા ડિગ્રી કૉલેજમાંથી ગ્રેજ્યુએટ થયેલા અને ઈન્ડસ્ટ્રિયલ ટ્રેનિંગનો કોર્સ કરનારા 24 વર્ષના ઓમવીરને સારી નોકરી મેળવવા માટે ભારે સંઘર્ષ કરવો પડયો હતો. જોકે, 2013માં તેણે અધવચ્ચે બીકૉમનો અભ્યાસ પડતો મૂક્યો હતો, પરંતુ ગયા વર્ષે તેણે તેમાં ડિગ્રી મેળવી લીધી હતી.
મને કોઈએ કહ્યું હતું કે આઈટીઆઈનો કોર્સ કરવાથી ફાયદો થશે અને નોકરી મળશે. જોકે, અનેક અરજીઓ કરવા છતાં મને નોકરી મળી નહોતી. હવે હું આ કામમાંથી વધુ સારી કમાણી કરી રહ્યો છું, એમ ઓમવીરે જણાવ્યું હતું.
ગોધરામાં ઓમવીરના મામા પણ મોચી છે. તેમની પાસેથી આ વ્યવસાય તેણે શીખી લીધો હતો.
ઘણા અધિકારીઓ મારું આ બેનર જોઈને મારી પાસે આવે છે અને તેમના પગરખાં કે બેગની સિલાઈ કરાવી જાય છે. હું મહિને રૂપિયા 8થી 9 હજાર કમાવી લઉં છું, એમ ઓમવીરે વધુમાં જણાવ્યું હતું.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer