રેલવેપ્રધાન પીયૂષ ગોયલ પર યુપીમાં હુમલો

રેલવેપ્રધાન પીયૂષ ગોયલ પર યુપીમાં હુમલો
નવી દિલ્હી, તા. 16  : કેન્દ્રીય રેલવેમંત્રી પીયૂષ ગોયેલ પર લખનૌમાં રેલવે યુનિયનના એક કાર્યક્રમ દરમ્યાન નારાજ રેલવે કર્મચારીઓએ હુમલો કરતાં ચકચાર મચી છે. ગોયલના વિરોધમાં કર્મચારીઓએ `મુર્દાબાદ'ના નારા લગાવ્યા હતા અને તેમની સામે છોડનાં કૂંડાં ફેંક્યાં હતાં. લોકોનો ગુસ્સો જોઈને રેલવેમંત્રીને સ્થળ છોડીને જવું પડયું હતું. આ બધું ઉત્તરપ્રદેશ પોલીસની હાજરીમાં બન્યું હતું. રેલવેમંત્રીનું ભાષણ સમાપ્ત થયાની સાથે જ કાર્યક્રમમાં હંગામો થયો હતો.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer