સ્મિથ-વોર્નરને રાહત નહીં : પ્રતિબંધ યથાવત્

સ્મિથ-વોર્નરને રાહત નહીં : પ્રતિબંધ યથાવત્
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાનો સર્વસંમતિથી નિર્ણય
 
બ્રિસ્બેન, તા.20: પૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટિવન સ્મિથ અને વાઇસ કેપ્ટન ડેવિડ વોર્નરની વાપસીને મોટો ફટકો પડયો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આજે સ્પષ્ટ કર્યું છે કે બંનેનો પ્રતિબંધ ટૂંકાવવામાં આવશે નહીં, એક વર્ષનો યથાવત્ રહેશે. આનો મતલબ એ થયો કે ભારત સામેની ટેસ્ટ સિરિઝમાં સ્મિથ અને વોર્નર જોવા મળશે નહીં. વોર્નર અને સ્મિથ પર પ્રતિબંધ મુકાયાના હજુ 8 મહિના થયા છે. જ્યારે બેનક્રોફટ પરનો પ્રતિબંધ ડિસેમ્બરમાં સમાપ્ત થશે. આજે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ સત્તાવાર રીતે એક નિવેદન બહાર પાડીને જણાવ્યું છે કે બધા મુદ્દાઓનો ન્યાયપૂર્ણ રીતે વિચાર કરીને ત્રણેય ખેલાડીઓ પરના પ્રતિબંધમાં કોઇ ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો છે. સીએના ચેરમેન અર્લ એડિંગ્સે કહ્યંy હતં કે પ્રતિબંધ ઓછો કરવાથી પ્રતિબંધિત ખેલાડીઓ અને પૂરી ઓસ્ટ્રેલિયાની ટીમ પર દબાણ વધી જશે.
અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે આ વર્ષે માર્ચમાં દ. આફ્રિકા સામે કેપટાઉનમાં રમાયેલ ટેસ્ટ મેચ દરમિયાન બોલ ટેમ્પરિંગના મામલે સ્મિથ અને વોર્નર પર 12 મહિનાનો અને બેનક્રોફટ પર 9 મહિનાનો પ્રતિબંધ મુકાયો હતો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer