એનસીડેક્સમાં એરંડા, ગુવાર સીડમાં નીચલી, ચણા અને જીરુંમાં ઉપલી સર્કિટ

મુંબઈ, તા.20 : ક્યાંક નવી લેવાલી તો ક્યાંક વાયદામાં નફારૂપી વેચવાલી અસર હેઠળ   ક?ષિ કોમોડિટીમાં આજે ભારે ઉથલપાથલ જોવા મળી હતી. આજે મસાલા વધ્યા મથાળે તથા ગુવાર કોમ્પ્લેક્ષ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા.આજે એરંડા, ગુવાર સીડ તથા કપાસિયા ખોળનાં અમુક વાયદામાં બે થી ચાર ટકાની નીચલી સર્કિટ લાગી હતી. જ્યારે ચણા તથા જીરાનાં અમુક વાયદામાં ત્રણ ટકાની ઉપલી સર્કિટ લાગી હતી.એનસીડેક્સ ખાતે આજે એરંડાનાં વાયદામાં 907 કરોડ રૂપિયાનાં જ્યારે ગુવાર સીડનાં વાયદા 536 કરોડનાં વેપાર સાથે ટોચ પર રહ્યા હતા.  
 એનસીડેક્સ ખાતે આજે એરંડા,કપાસિયા ખોળ,ગુવારગમ, ગુવાર સીડ, કપાસ, સરસવ તથા સોયાબીનનાં ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. જ્યારે ચણા, ધાણા,જીરૂ, સોયાતેલ તથા હળદરનાં ભાવ વધ્યા હતા.  એરંડાનાં ભાવ 5608 રૂપિયા ખુલી 5595 રૂપિયા, ચણા 4481 રૂપિયા ખુલી 4544રૂપિયા, ધાણા 6550રૂપિયા ખુલી 6618 રૂપિયા, કપાસિયા ખોળનાં ભાવ 1978.0 રૂપિયા ખુલી 1938.50 રૂપિયા, ગુવાર સીડનાં ભાવ 4451. રૂપિયા ખુલી 4456.50 રૂપિયા બંધ રહ્યા હતા.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer