આઈસીઈએક્સ પર રબર વાયદાના તૂટતા ભાવ

ડાયમંડ અને સ્ટીલ-લોંગમાં મર્યાદિત કામકાજ
 
મુંબઈ, તા. 20 : આઇસીઈ એક્સ પર સોમવારે મોડી રાત્રે પૂર્ણ થયેલા સત્રમાં ડાયમંડ અને સ્ટીલ લોંગ સહિતની કૃષિ અને અન્ય કોમોડિટીઝના કોન્ટ્રેક્ટસમાં રૂ. 110 કરોડનું કુલ એકત્રિત ટર્નઓવરનોંધાયું હતું. સ્ટીલ લોંગના ડિસેમ્બર કૉન્ટ્રેક્ટમાં મે.ટનદીઠ ભાવ રૂ. 36460 ખૂલીને ઊંચામાં રૂ. 36460 અને નીચામાં રૂ. 36460 થઈ આગલા રૂ. 35450 સામે રૂ.35540 બંધ થયો હતો. સ્ટીલ-લોંગના આ એકમાત્ર કોન્ટ્રેક્ટમાં 6140 મે.ટનના રૂ. 21.83 કરોડના કામકાજ થયા હતા અને અૉપન ઇન્ટરેસ્ટ 3060 મે.ટનનો હતો. સ્ટીલ લોંગના જાન્યુઆરી કોન્ટ્રેક્ટમાં કામકાજનો અભાવ હતો અને મે.ટનદીઠ ભાવ રૂ. આગલા રૂ.35930પર જ બંધ હતો.
ડાયમંડના તમામ કોન્ટ્રેક્ટસમાં 2357.70 કેરેટ્સના કુલ એકત્રિત વૉલ્યૂમ પર રૂ.84.02 કરોડનું કામકાજ નોંધાયું હતું અને એકંદર ઓપન ઇન્ટરેસ્ટ 181.52 કેરેટ્સનો રહ્યો હતો. ડાયમંડ 1 કેરેટના ડિસેમ્બર કૉન્ટ્રેક્ટમાં ભાવ સેન્ટદીઠ રૂ.3601 ખૂલીને ઊંચામાં રૂ.3603.4 અને નીચામાં રૂ.3566.9 થઈ આગલા રૂ.3591.05 સામે રૂ.3573.45 બંધ રહ્યો હતો. આકોન્ટ્રેક્ટમાં 2335.63 કેરેટ્સનુ ંરૂ.83.66 કરોડનું કામકાજ થયું હતું અને અૉપન ઇન્ટરેસ્ટ 122.48 કેરેટ્સનો રહ્યો હતો. જયારે, 1 કેરેટના જાન્યુઆરી કોન્ટ્રેક્ટમાં 4સેન્ટના નજીવા કામકાજ બચ્ચે ઓપન ઈન્ટરેસ્ટ 5.02 કેરેટ્સનો હતો. 1 કેરેટના ફેબ્રુઆરી કૉન્ટ્રેક્ટમાં કામકાજ થયા ન હતા. 50 સેન્ટ્સના ડિસેમ્બર કોન્ટ્રેક્ટમાં સેન્ટદીઠ ભાવ રૂ.1656.5 ખૂલીને ઊંચામાં રૂ.1657.5 અને નીચામાં રૂ.1650 થઈ આગલા રૂ.1658.15 સામે રૂ.1651.15 બંધ થયો હતો. આ કોન્ટ્રેક્ટમાં 22.03 કેરેટ્સના રૂ. 0.36 કરોડના કામકાજ અને અૉપન ઇન્ટરેસ્ટ5 4.01 કેરેટ્સનો રહ્યો હતો. 50 સેન્ટ્સના જાન્યુઆરી કોન્ટ્રેક્ટમાં સેન્ટદીઠ ભાવ આગલા રૂ. 1662.2 પર બંધ હતો. આ કોન્ટ્રેક્ટમાં કામકાજ થયા ન હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer