સાંકડી રેન્જમાં અથડાતું સોનું

સાંકડી રેન્જમાં અથડાતું સોનું
અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 20 : બુલિયન બજારમાં સોના-ચાંદીના ભાવ સાંકડી રેન્જમાં અથડાઇ ગયા છે. ડૉલર ઘટયા પછી સામાન્ય વધ્યો હતો એટલે સોનું સુધરવામાં નિષ્ફળ નીવડયું છે. પાછલા ત્રણ દિવસથી ન્યૂ યૉર્કમાં 1222 ડૉલરના ભાવ ચાલી રહ્યા છે. એકતરફી નિશ્ચિત ચાલનો અભાવ રહ્યો છે. ક્રૂડતેલ ઘટી રહ્યું છે. વૈશ્વિક આર્થિક વિકાસ ઘટવાની ચિંતા છે પણ ડોલરને કારણે સોનું ઊંચકાઇ શકતું નથી.2018ના અંત સુધી સોનાની રેન્જ 1215થી 1240 વચ્ચે રહેવાની સંભાવના વિશ્લેષકોએ દર્શાવી હતી. એમાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ચીનના પ્રમુખ જીનપીંગને મળે તેવી શક્યતા છે. રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામે રૂ. 150ના ઘટાડામાં રૂ. 31,950 હતો. મુંબઇમાં રૂ. 31,070ના સ્તરે જળવાયેલો હતો. ચાંદી ન્યૂયોર્કમાં 14.41 ડોલરના સ્તરે હતી. સ્થાનિક બજારમાં કિલોના રૂ. 100 ઘટતા રૂ. 37,500 અને મુંબઇમાં રૂ. 95 ઘટીને રૂ. 36,785 હતી.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer