પીએસયુ બૅન્કો માટે આરબીઆઈનો નિર્ણય ક્રેડિટ નેગેટિવ : મૂડી''સ

પીએસયુ બૅન્કો માટે આરબીઆઈનો નિર્ણય ક્રેડિટ નેગેટિવ : મૂડી''સ
મુંબઈ, તા. 20 (એજન્સીસ) : બેઝલ 3 માર્ગદર્શિકાના પૂરા અમલ માટેની સમયમર્યાદા એક વર્ષ લંબાવવાના રિઝર્વ બૅન્ક અૉફ ઈન્ડિયાના નિર્ણયથી જાહેર ક્ષેત્રની બૅન્કો માટે તે ક્રેડિટ નેગેટિવ રહેશે, એમ મૂડી'સ ઈન્વેસ્ટર્સ સર્વિસીસે જણાવ્યું હતું.
કેપિટલ કન્ઝર્વેશન બફર (સીસીબી)ને પહોંચી વળવા વધુ એક વર્ષની મુદત આપવા સાથે બૅન્કો પરનું મૂડીદબાણ હળવું કરવાનો નિર્ણય સોમવારે રિઝર્વ બૅન્કે કર્યો હતો. આનો હેતુ સામાન્ય સંજોગો (તણાવરહિત સમય) દરમિયાન બૅન્કો મૂડીની વિપુલ અનામત ઊભી કરે કે જેથી જ્યારે ખોટ થાય ત્યારે તેમાંથી નાણાં ખેંચી શકાય તે છે.
સીસીબી હેઠળ 0.625 ટકાના છેલ્લા તબક્કાના અમલનો ટ્રાન્ઝિશન ગાળો લંબાવી તા. 31 માર્ચ, 2020 સુધીનો કરાયો છે. હવે બૅન્કો તેમના રિસ્ક-વેઈટેડ અસેટના 2.5 ટકાનો સીસીબી તા. 31 માર્ચ, 2020 સુધી મેળવી શકશે.
આમ છતાં કેપિટલ-ટુ-રિસ્ક વેઈટેડ એસેટ રેશિયો (સીઆરએઆર) 9 ટકા રાખી શકશે. આ બૅન્કોની મૂડીની રકમ છે, જે લોન આપવા અને શક્ય ખોટને સહેવા માટેની પર્યાપ્તતા પૂરી પાડે છે.
વૈશ્વિક ક્રેડિટ રેટિંગ એજન્સીએ જણાવ્યું કે એવી ધારણા છે કે બધી જાહેર ક્ષેત્રની બૅન્કો કોર ઈક્વિટી ટાયર-1 (સેટી) રેશિયો ઓછામાં ઓછો 8 ટકા તા. 31 માર્ચ, 2019 સુધી રાખવો પડશે. લઘુતમ રેગ્યુલેટરી કેપિટલ નોર્મ્સને પહોંચી વળવા પૂરતી લેવલે આ બધી બૅન્કોના કેપિટલાઈઝ કરવાની સરકારની કટિબદ્ધતાના આધારે આમ થઈ રહ્યું છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer