છત્તીસગઢમાં બીજા તબક્કામાં 71 ટકા મતદાન

રાયપુર, તા. 20:  છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં 71 ટકાથી વધુ મતદાન નોંધાયું હતું. રાજ્યમાં સુરક્ષિત અને શંતિપૂર્ણ મતદાન માટે એક લાખથી વધુ પોલીસ જવાનો ગોઠવવામાં આવ્યા હતા. પ્રથમ તબક્કાના મતદાનની સરખામણીએ થોડુ નીચે મતદાન નોંધાયું હતું. જનતા કોંગ્રેસ છત્તીસગઢના અધ્યક્ષ અજીત જોગી અને તેમના પુત્રએ પેંદ્રામાં મતદાનમાં ભાગ લીધો હતો જ્યારે છત્તીસગઢના મુખ્યમંત્રી રમણાસિંહે કવર્થમાં પહોંચી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાન દરમિયાન કવર્ધા સહિત ચાર બેઠકોમાં ઇવીએમમાં ખરાબી થઇ હોવાની ફરિયાદ સામે આવી હતી. મતદાનમાં લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને સવારથી જ લાંબી લાઈનો જોવા મળી હતી.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer