કૉંગ્રેસે રૅલી રદ કરવા મને 25 લાખની અૉફર કરી હતી : ઓવૈસી

હૈદરાબાદ, તા. 20 : તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં મતદાનની તારીખ નજીક આવતાં નેતાઓની વચ્ચે આરોપ- પ્રત્યારોપનો દોર શરૂ થઇ ચૂકયો છે. ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીનના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ આ વખતે કોંગ્રેસને આડે હાથ લીધી છે. ઓવૈસીએ આરોપ મૂકયો કે કોંગ્રેસે નિર્મલમાં રેલી રદ કરવા માટે મને રૂપિયા આપવાની ઓફર કરી હતી. કોંગ્રેસ નથી ઇચ્છતી કે હું અહીં રેલી કરું. રેલી રદ કરવાના મને 25 લાખ રૂપિયાની ઓફર કરી હતી. હું તે વ્યક્તિ નથી જેને ખરીદી શકાય. ઓવૈસીના આ નિવેદનને મહત્ત્વનું માનવામાં આવે છે કેમ કે કેન્દ્રમાં આનો પ્રભાવ કોંગ્રેસ તરફ રહ્યો છે, જો કે છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસ આરોપ મૂકતી રહી છે કે ઓવૈસી ભાજપની બી ટીમ છે. કોંગ્રેસનો આરોપ છે કે ઓવૈસીના નિવેદનોનો સીધો ફાયદો ભાજપને થાય છે.
 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer