પેટ્રોલના ભાવ 3 માસના તળિયે

ઘટાડાનો દોર સતત જારી રહેતાં ડીઝલની કિંમત પણ બે માસ નીચે
 
નવી દિલ્હી, તા. 20 : પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આજે વધુ ઘટાડો કરવામાં આવ્યો હતો. આની સાથે જ પેટ્રોલની કિંમત ત્રણ મહિનાની નીચી સપાટી પર પહોંચી ગઇ છે. જ્યારે ડીઝલની કિંમત બે મહિનાની નીચી સપાટી પર પહોંચી ગઇ છે.
આંતરરાષ્ટ્રીય ક્રૂડ તેલની કિંમતમાં ઓગસ્ટના મધ્યથી વધારો શરૂ થયા બાદ ભાવ વધારાની ભારતમાં શરૂઆત થઇ હતી. છેલ્લા 40 દિવસના ગાળામાં જ ક્રૂડ ઓઇલની કિંમતમાં 25 ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતમાં સતત કરવામાં આવી રહેલા ઘટાડાનાં પરિણામ સ્વરૂપે તેનો સીધો લાભ સામાન્ય લોકોને મળી રહ્યો છે. ઓક્ટોબર મહિના બાદથી ક્રૂડ ઓઇલની કિંમતમાં ઉલ્લેખનીય રીતે ઘટાડો થઇ ગયો છે.
આ ઘટાડો આશરે 25 ટકાની આસપાસનો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતમાં અવિરત ઘટાડો થતાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડાનો દોર જારી રહ્યો છે. તેલ કિંમતોમાં ઘટાડાના પરિણામ સ્વરૂપે વાહનચાલકોને સતત રાહત મળી રહી છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer