અમિતાભ બચ્ચનને વડોદરામાં એનાયત કરાયો સયાજીરત્ન એવૉર્ડ

અમિતાભ બચ્ચનને વડોદરામાં એનાયત કરાયો સયાજીરત્ન એવૉર્ડ
અમારા પ્રતિનિધિ તરફથી 
વડોદરા,તા.20 : બૉલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનને આજે એક સંસ્થા દ્વારા અને વડોદરાના રાજમાતા શુભાંગિની દેવીના હસ્તે સયાજી રત્ન એવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. વડોદરાના નવલખી ગ્રાઉન્ડ ખાતે 4 હજાર જેટલા આમંત્રિતોની હાજરીમાં અમિતાભ બચ્ચનનું સંસ્કારનગરીએ સન્માન કર્યું હતું. આ પહેલા આજે બપોરે એક વાગ્યે અમિતાભ બચ્ચન વડોદરા એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમના ચાહકોએ ભારે ભીડ જમાવી હતી. બિગ બીની એક ઝલક મેળવવા માટે તેમના ચાહકોએ પડાપડી કરી મૂકી હતી. જ્યાંથી તેઓ લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે પહોંચ્યા હતા. તેઓએ રાજવી પરિવારની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ તેઓએ ભોજન લીધું હતું. 
વડોદરાના દીર્ધદૃષ્ટા સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજાની યાદમાં સયાજી રત્ન એવૉર્ડની શરૂઆત કરવામાં આવી હતી. 2013માં પ્રથમ વાર નારાયણ મૂર્તિને, 2015માં રતન ટાટાને અને હવે 2018માં સયાજીરત્ન એવૉર્ડ આજે અમિતાભ બચ્ચનને આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે નવલખી ગ્રાઉન્ડમાં અને બહાર મોટી સંખ્યામાં લોકો ઊમટી પડયા હતા.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer