કેજરીવાલ પર મરચાંની ભૂકીથી હુમલો

કેજરીવાલ પર મરચાંની ભૂકીથી હુમલો
સીએમનાં ચશ્માં પણ તૂટયાં : આપે ભાજપનો હાથ?હોવાનો કર્યો આરોપ
 
નવી દિલ્હી, તા. 20 : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર મરચાંનો પાવડર ફેંકવામાં આવ્યો છે. મીડિયા અહેવાલો અનુસાર મરચાંનો પાવડર કેજરીવાલની આંખમાં ગયો હતો. જો કે સુરક્ષા કર્મચારીઓએ મરચું ફેંકનારાને ઝડપી લીધો છે. ધક્કામુક્કીમાં કેજરીવાલનાં ચશ્માં પણ તૂટી ગયાં હતાં. આપ નેતા રાઘવ ચઢ્ઢાએ આ ઘટનાને સીએમની સુરક્ષામાં મોટું ગાબડું ગણાવી છે. આમઆદમી
પાર્ટીએ હુમલા અંગે ભાજપને જવાબદાર ઠેરવી આરોપો લગાવ્યા હતા. ભાજપે ઘટનાની નિંદા કરી હતી.
હુમલા બાદ પત્રકાર પરિષદમાં આપ પ્રવક્તા સૌરભ ભારદ્વાજે કહ્યું કે, આ ઘટનાથી સ્પષ્ટ છે કે ભાજપ આપને પચાવી શક્યો નથી. કોઇ વ્યક્તિ સચિવાલયમાં ઘૂસીને કઇ?રીતે હુમલો કરી શકે... સી.એમ. પર નિયમિત અંતરે આવા હુમલા થયા છે. આ સુરક્ષામાં ચૂક છે. અમને ડરાવવા-દબાવવાની કોશિષ થઇ રહી છે.
દરમ્યાન, ભાજપના દિલ્હી એકમના અધ્યક્ષ મનોજ તિવારીએ કહ્યું કે, તેમનો પક્ષ? ઘટનાને વખોડે છે. આવી હરકત બર્દાશ્ત કરી શકાય નહીં.
આ પહેલાં કેજરીવાલ દિલ્હી સચિવાલયમાં પોતાના કાર્યાલયમાં જઈ રહ્યા હતા તે વખતે ચેમ્બરની બહાર ઊભેલા શખ્સે બાકસમાં છુપાવેલો મરચાંનો ભુક્કો મુખ્યમંત્રી પર ઉડાડયો હતો. પોલીસે આરોપીને ઝડપી લીધો છે. તેનું નામ અનિલકુમાર શર્મા બતાવાઈ રહ્યું છે.
આ પહેલાં પણ કેજરીવાલ સાથે આવી ઘટનાઓ બની ચૂકી છે. દિલ્હીમાં એક કાર્યક્રમ દરમ્યાન એક મહિલાએ આપ નેતા પર શ્યાહી ફેંકી હતી. એક રેલી દરમ્યાન ઓટોચાલકે કેજરીવાલને થપ્પડ પણ મારી હતી.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer