શેલ્ટર હોમ બળાત્કાર કેસમાં દરોડા બાદ તેમના ઘરેથી મળ્યાં હતાં શત્રો
બેગુસરાય, તા. 20 : સુપ્રીમ કોર્ટની આલોચના અને ચારેતરફથી બની રહેલા દબાણ બાદ અંતે મંગળવારે મુઝફ્ફરપુર શેલ્ટર હોમ બળાત્કાર કેસમાં પૂર્વ મંત્રી મંજૂ વર્માએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. મુજફ્ફરપુર શેલ્ટર હોમ મામલે સીબીઆઈએ 17 ઓગષ્ટના રોજ મંજૂ વર્માના બેગૂસરાય સ્થિત આવાસે દરોડા પાડયા હતા. જેમાં ઘરમાંથી હથિયાર અને 50 કારતુસ મળી આવ્યા હતા. જેના કારણે મંજૂ વર્મા સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
સુપ્રીમ કોર્ટે કેસની સુનાવણી દરમિયાન આલોચના કરી હતી અને બિહાર પોલીસને ઠપકો આપતા ડીજીપીને કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો હતો. આ મામલે હવે વધુ સુનાવણી 27 નવેમ્બરના રોજ થવાની છે. અદાલત તરફથી પૂર્વ મંત્રી વર્માની સંપત્તિ જપ્ત કરવાના આદેશ પણ અપાયા હતા. ચારે તરફથી વધતા દબાણ બાદ અંતે મંજૂ વર્મા પોલીસ સમક્ષ સરેન્ડર થયા હતા. બિહારના બહુચર્ચિત મુઝફ્ફરપુર શેલ્ટર હોમ બળાત્કાર કેસનો મુખ્ય આરોપી બ્રજેશ ઠાકુર મંજૂ વર્માનો નજીકનો વ્યક્તિ માનવામાં આવે છે.
મુઝફ્ફરપુર શેલ્ટર હોમ કેસમાં અંતે ભૂતપૂર્વ પ્રધાન મંજુ વર્મા સરન્ડર
