નવી મુંબઈનું બાવખલેશ્વર મંદિર જમીનદોસ્ત

નવી મુંબઈ, તા. 21 : મહાપે ખાતેના 33 એકર જમીન પર અનધિકૃત બાંધવામાં આવેલા બાવખલેશ્વર મંદિર પર મંગળવારે પ્રચંડ બંદોબસ્તમાં છેવટે હથોડો મારતા બાંધકામ જમીનદોસ્ત કરવાની શરૂઆત કરી છે. આ કાર્યવાહીને લઈને રાષ્ટ્રવાદી કૉંગ્રેસના નેતા ગણેશ નાઈકને ભારે આંચકો લાગ્યો છે.
એમઆઈડીસીની મહાપે ખાતેની જમીન પર બાવખલેશ્વર, શ્રીગણેશ અને લક્ષ્મીમાતા એમ ત્રણ ભવ્ય મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ભક્તોની ગિરદી વધતા જતા ટ્રસ્ટે મંદિર પરિસર ફરતે 33 એકર જમીન અનધિકૃત રીતે વિકસિત કરી તેના ફરતે સંરક્ષણ ભીંત બાંધી હતી. આ રીતે મંદિર ટ્રસ્ટે એમઆઈડીસીની સેંકડો કરોડ રૂપિયાની જમીન હડપ કર્યાનો આરોપ કર્યો. સામાજિક કાર્યકર્તા સંદીપ ઠાકુરે સ્થાનિક કોર્ટથી લઈ સુપ્રીમ કોર્ટ સુધી દ્વાર ખખડાવ્યા હતા, પરંતુ સુપ્રીમ કોર્ટે આ મંદિર તોડી પાડવાનો આદેશ આપતા અને તે અનુસાર કામ શરૂ થતાં ઠાકુરે સંતોષ વ્યક્ત કર્યો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer