દુકાળ સામે મનસે કાઢશે દંડૂકા મોરચો

મુંબઈ, તા. 21 : રાજ્યમાં પાંચ કરોડ લોકો દુકાળમાં સબડી રહ્યા છે. આવા ખેડૂતો માટે સરકાર તરફથી ઉપાય યોજના ઘડવા સહિત અન્ય માગણીઓ માટે 27 નવેમ્બરે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) ઔરંગાબાદમાં દંડૂકા મોરચો કાઢવાની છે. એ મોરચામાં મનસેના પ્રમુખ રાજ ઠાકરે હાજરી નહીં આપે, પણ મોરચામાં ખેડૂતો દંડૂકા લઈને આવશે અને એનો કેવો ઉપયોગ કરવાનો એ ત્યારે કહીશું એવી ચીમકી મનસેએ આપી છે. મનસેના નેતા અનિલ શિદોરેએ પત્રકાર પરિષદમાં માહિતી આપતાં કહ્યું હતું કે સરકારે આવી પરિસ્થિતિમાં ઉપાય યોજના ઘડી પણ કઈ ઉપાય યોજના કરવી જોઈએ એની જાણ સરકારને છે કે નહીં? દુકાળ નિયંત્રણ વિભાગ શરૂ કરવો અપેક્ષિત છે, પણ એ હજી શરૂ કર્યો નથી.
 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer