2017-''18માં ભાજપે ચૂંટણી ભંડોળ માટે 400 કરોડ ભેગા કર્યા

2017-''18માં ભાજપે ચૂંટણી ભંડોળ માટે 400 કરોડ ભેગા કર્યા
નવી દિલ્હી, તા. 21 : ભાજપે ચૂંટણી પંચમાં નોંધાવેલા તેના લેટેસ્ટ કૉન્ટ્રીબ્યુશન રિપોર્ટમાં વર્ષ 2017-'18માં રૂા. 400 કરોડથી વધુનું ચૂંટણી ભંડોળ ભેગું કર્યું હોવાની ઘોષણા કરી છે, જે મુખ્ય વિરોધ પક્ષ કૉંગ્રેસ કરતાં 20 ગણું વધારે છે જ્યારે રાહુલ ગાંધીના કૉંગ્રેસ પક્ષને ફક્ત રૂા. 26 કરોડનું જ ભંડોળ મળ્યું હોવાનું અહેવાલમાં જણાવ્યું છે.
જોકે, બંને પક્ષોના વાર્ષિક અૉડીટેડ હિસાબોમાં આ આંકડામાં ઘણો વધારો થવાની શક્યતા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે એક વખત સંપૂર્ણ અૉડીટેડ રિપોર્ટ ફાઈલ કરાશે કે ભાજપનો આંકડો 1000 કરોડને આંબી જશે. ભાજપ અને કૉંગ્રેસે - બંનેએ 2017-'18 માટેના તેમના વાર્ષિક અૉડીટેડ ઈન્કમટૅક્સ રિટર્ન તેમ જ બેલેન્સશીટ ફાઈલ કરવાના હજી બાકી છે.
કેન્દ્રમાં સત્તાધારી પક્ષને પ્રુડેન્ટ ઇલેક્ટોરલ ટ્રસ્ટમાંથી રૂા. 144 કરોડ કરતાં વધુ નાણાં મળ્યા હતા, જેમાં આદિત્ય બિરલા જનરલ ઇલેક્ટોરલ ટ્રસ્ટે કૉંગ્રેસને એક કરોડ અને ભાજપને રૂા. 12 કરોડ આપ્યા હતા. જ્યારે મુરુગપ્પા ગ્રુપના ટાયમ્ફ ઇલેક્ટોરલ ટ્રસ્ટે બંને પક્ષને એક-એક કરોડ રૂપિયા આપ્યા હતા.
આવા ચૂંટણી ટ્રસ્ટો ઉપરાંત ભાજપને કેડીલા હેલ્થકેર (રૂા. 13 કરોડ), માઈક્રો લેબ્સ (દરેક રૂા. 9 કરોડ) સીપ્લા (રૂા. 9 કરોડ) અને ઍસેમ્બિક ફાર્માએ રૂા. 6 કરોડ આપ્યા હતા તો લોઢા જેવા રિઅલ ઍસ્ટેટ ડેવલપરે રૂા. 6.5 કરોડ અને રેર એન્ટરપ્રાઈઝીસે રૂા. 9 કરોડ ભાજપના ચૂંટણી ભંડોળમાં આપ્યા હતા.
 
 
 
 
 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer