ઇશા અંબાણીનાં લગ્ન નિમિત્તે અંબાણી પરિવાર દ્વારા ઉદયપુરમાં `અન્ન સેવા'' કાર્યક્રમ

ઇશા અંબાણીનાં લગ્ન નિમિત્તે અંબાણી પરિવાર દ્વારા ઉદયપુરમાં `અન્ન સેવા'' કાર્યક્રમ
ઉદયપુર, તા. 7 : ઉદયપુર શહેર પ્રત્યે માનની લાગણી અને આભાર વ્યક્ત કરવા તેમ જ પોતાની પુત્રીનાં આગામી લગ્ન માટે આશીર્વાદ મેળવવા અંબાણી પરિવારે અત્રે ખાસ `અન્ન સેવા'નો પ્રારંભ કર્યો હતો, જેમાં 7મી ડિસેમ્બરથી 10મી ડિસેમ્બર સુધી દરરોજ ત્રણવાર 5100 જેટલા લોકો (જેમાં મોટા ભાગના સ્પેશિયલ એબિલિટીઝ ધરાવતા છે)ને ભોજન આપવાની `અન્ન સેવા' શરૂ કરી હતી. 8 અને 9 ડિસેમ્બરના ઇશા અંબાણી અને આનંદ પિરામલનાં લગ્ન છે.
અન્ન સેવા કાર્યક્રમ વખતે મુકેશ અંબાણી, નીતા અંબાણી, અજય ને સ્વાતી પિરામલ, ઇશા અને આનંદ હાજર રહ્યાં હતાં અને તેમણે લોકોને ભોજન પીરસ્યું હતું.
આ અન્ન સેવા કાર્યક્રમ ઉદયપુરના નારાયણ સેવા સંસ્થાન ખાતે યોજાયો છે અને તે 7થી 10 ડિસેમ્બર એમ ચાર દિવસ ચાલશે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer