ભારત-એની ન્યૂ ઝીલૅન્ડ-એ ઉપર 2-0થી અજેય સરસાઈ

માઉન્ટ માંગાનુઈ, તા. 9 : કેપ્ટન મનીષ પાંડેની સદી અને વિજય શંકર સાથે ચોથી વિકેટ માટે 123 રનની ભાગીદારીથી ભારતની એ ટીમે એક અનઅધિકૃત વનડેમાં ન્યૂઝિલેન્ડ એને 5 વિકેટે હરાવ્યું હતું. આ સાથે જ ત્રણ મેચની શ્રેણીમાં ભારત એને 2-0ની અજેય સરસાઈ મળી છે. બેટિંગ માટે આમંત્રણ મળ્યા બાદ ન્યૂઝિલેન્ડ એએ સારી શરૂઆત કરી હતી. તેના ઓપનિંગ બેટ્સમેન જોર્વજ વર્કરે 99 રન અને વિલ યંગે 102 રનની ઈનિંગ રમી હતી. જેની મદદથી ટીમે નિર્ધારિત 50 ઓવરમાં 299 રન કર્યા હતા. ભારત-એના નવદીપ સૈનિ અને ખલીલ અહેમદે 2-2 વિકેટ મેળવી હતી. બીજી તરફ લક્ષ્યનો પિછો કરતા ભારત-એ 49 ઓવરમાં જ 300ના સ્કોરે પહોંચ્યું હતું અને જીત મેળવી હતી. મેચમાં મનીષે 111 નોટઆઉટ અને શ્રેયસ અય્યર-વિજય શંકરે 59-59 રન કર્યા હતા.

Published on: Mon, 10 Dec 2018

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer