જીત માટે અૉસ્ટ્રેલિયાએ બદલવો પડશે 116 વર્ષનો ઈતિહાસ

એડિલેડ, તા. 9: એડિલેડ ટેસ્ટમાં ભારત સામે જીત મેળવવા માટે ઓસ્ટ્રેલિયાએ 116 વર્ષનો ઈતિહાસ બદલવો પડશે. 1884માં બનેલા આ મેદાન ઉપર ચોથી ઈનિંગમાં માત્ર એક વખત ઓસ્ટ્રેલિયા 300થી વધુનું લક્ષ્યાંક સફળતાપૂર્વક પાર કરી શક્યું છે. જ્યારે 200થી વધુનું લક્ષ્યાંક ત્રણ વખત મેળવ્યું છે. 300થી ઉપરના લક્ષ્યાંકની વાત કરવામાં આવે તો એકમાત્ર વખત 116 વર્ષ પહેલા 1902માં ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડ સામે 315 રન કરીને જીત મેળવી હતી.

Published on: Mon, 10 Dec 2018

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer