ચેલ્સીએ માન્ચેસ્ટર સિટીને ચખાડયો હારનો સ્વાદ

ચેલ્સીએ માન્ચેસ્ટર સિટીને ચખાડયો હારનો સ્વાદ
લંડન, તા. 9: ચેલ્સીએ ચેમ્પિયન માન્ચેસ્ટર સિટીને ઈંગ્લિશ પ્રીમિયર લીગમાં 2-0થી હરાવીને પહેલી વખત હારનો સ્વાદ ચખાડયો હતો. જેનાથી લિવરપુલ યાદીમાં ટોચ ઉપર પહોંચી ગયું હતું. એનગોલો કાન્ટે અને ડેવિડ લુઈઝે ચેલ્સી તરફથી ગોલ કર્યા હતા. માન્ચેસ્ટરે પહેલા હાફમાં દબદબો બનાવી રાખ્યો હતો પરંતુ આ પ્રદર્શન આગળ કરી શક્યું નહોતું. બીજી તરફ લિવપુરલે અન્ય એક મેચમાં મોહમ્મદ સલાહની હેટ્રિકની મદદથી બોર્નમાઉથને 4-0થી પછાડયું હતું તેમજ આર્સનલે લુકાસ ટોરેરાના ગોલની મદદથી હડર્સફિલ્ડને 1-0થી હરાવીને પોતાનું અજેય અભિયાન 21 મેચ સુધી પહોંચાડયું હતું.

Published on: Mon, 10 Dec 2018

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer