પહેલી વનડેમાં બાંગ્લાદેશની વિન્ડિઝ સામે સરળ જીત

પહેલી વનડેમાં બાંગ્લાદેશની વિન્ડિઝ સામે સરળ જીત
વેસ્ટ ઈન્ડિઝના 195 રનના લક્ષ્યાંકને બાંગ્લાદેશે 35 ઓવરમાં પાર પાડયું
ઢાકા, તા. 9 : બંગલાદેશ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેના પહેલા વનડે મેચમાં બંગલાદેશે મુસ્તફીકર રહીમ અને લિટોન દાસની પ્રભાવશાળી બેટિંગની મદદથી લો સ્કોરિંગ મેચમાં 5 વિકેટે જીત મેળવી હતી. મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પહેલા બેટિંગનો નિર્ણય કર્યો હતો. પરંતુ ટીમ 50 ઓવરમાં 195 રન બનાવી શકી હતી. જેના જવાબમાં બંગલાદેશે નિયત લક્ષ્યાંક 35 ઓવરમાં 5 વિકેટના નુકશાને પાર પાડયું હતું.
પહેલા બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝની પહેલી વિકેટ 8મી ઓવરમાં પડી હતી. જેમાં કેરન પોવેલ માત્ર 10 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ત્યાર બાદ ટીમના 65 રનના સ્કોરે બ્રાવો 19 રને આઉટ થયો હતો. એક છેડો સાચવીને સાઈ હોપે સ્કોર બોર્ડ ફરતું રાખ્યું હતું પણ 43 રને મુર્તુઝાના બોલે હોપે પણ વિકેટ ગુમાવી હતી. ત્યાર બાદ સમયાંતરે વિકેટો ગુમાવતા વેસ્ટ ઈન્ડિઝ દબાણમાં આવ્યું હતું અને 50 ઓવરમં 9 વિકેટે 195 કરી શક્યું હતું. વિન્ડિઝના લક્ષ્યાંકનો પિછો કરતા બંગલાદેશે પણ 8મી જ ઓવરમાં તમીમ ઈકબાલના રૂપે પહેલી વિકેટ ગુમાવી હતી. ત્યાર બાદ ઈર્મુલ કાયીસ પણ માત્ર 4 રને આઉટ થયો હતો. ત્યાર બાદ લીટોન દાસ અને મુસ્તફિકર રહીમે બંગલાદેશને જીતની નજીક પહોંચાડયું હતેં તેવામાં દાસ 41 રને પેવેલિયન પરત ફર્યો હતો. ત્યાર બાદ શાકિબ ખલ હસનના 30 અને મુસ્તફિકરના નોટઆઉટ 55 રનની મદદથી બંગલાદેશ 5 વિકેટે જીત્યું હતું.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer