અૉસ્ટ્રેલિયામાં પૂજારાએ વધુ એક રેકર્ડમાં નામ ઉમેરાવ્યું

અૉસ્ટ્રેલિયામાં પૂજારાએ વધુ એક રેકર્ડમાં નામ ઉમેરાવ્યું
નવી દિલ્હી, તા. 9 : એડિલેડ ટેસ્ટમાં ભારતીય ટીમની સ્થિતિ મજબુત બની છે. જેનો શ્રેય ચેતેશ્વર પુજારાને જઈ રહ્યો છે. પૂજારાએ પહેલા દાવમાં 123 અને બીજા દાવમાં 71 રન કર્યા હતા. પહેલી ઈનિંગમાં ભારતની ચાર વિકેટ માત્ર 41 રનના સ્કોરે ગઈ હતી. પરંતુ આ સમયે પુજારાએ એક છેડો સંભાળીને ભારતનો સ્કોર 250 રન સુધી પહોંચાડયો હતો. આ મેચમાં પુજારાએ કુલ 450 બોલનો સામનો કર્યો હતો. આ સાથે ઓસ્ટ્રેલિયામાં એક ટેસ્ટ મેચમાં સૌથી વધુ બોલ રમનારા ભારતીય બેટ્સમેનોની યાદીમાં પાંચમાં સ્થાને પહોંચ્યો છે. પુજારાએ પહેલા દાવમાં 246 અને બીજા દાવમાં 204 બોલનો સામનો કર્યો હતો. જ્યાં સુધી ભારત તરફથી ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ બોલનો સામનો કરવાની વાત આવે તો વિજય હજારે ટોચ ઉપર છે. જેણે 1948માં એડિલેડમાં રમાયેલા મેચમાં 678 બોલ રમ્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer