80 અબજ ડૉલરના રેમિટન્સીસ સાથે ભારત વિશ્વમાં નં.1

વોશિંગ્ટન, તા. 9: વિદેશોમાં વસતા ભારતીયો (ડાયાસ્પોરા) દ્વારા આ વર્ષે 80 અબજ ડોલર સ્વદેશમાં મોકલાવા સાથે ભારતે રેમિટન્સીસ મેળવનાર દેશો પૈકી  વિશ્વમાં ટોચનું સ્થાન જાળવી રાખ્યું હોવાનું વિશ્વબેન્કના અહેવાલમાં જણાવાયું છે. ભારત પછીના ક્રમે ચીન (67 અબજ ડોલર) મેક્સિકો અને ફિલિપાઈન્સ (દરેક 34 અબજ ડોલર) અને ઈજિપ્ત (26 અબજ ડોલર) આવે છે. વિશ્વ બેન્કના `માઈગ્રેશન એન્ડ ડેવલપમેન્ટ બ્રિફ'માં આમ જણાવાયું છે. બેન્કનો અંદાજ એવો છે કે  વિકસતા દેશોને મળતા રેમિટન્સીસમાં '18ના વર્ષમાં 10.8 ટકાનો વધારો થવા સાથે તેનો આંક પ28 અબજ ડોલરનો થયો છે. વૃદ્ધિનો આ આંક 17માં 7.8 ટકાનો રહ્યો હતો. વૈશ્વિક રેમિટન્સીસ-જેમાં ઉચ્ચ આવકવાળા દેશોનો સમાવેશ થાય છે-માં 10.3 ટકાનો વધારા સાથે તે 689 અબજ ડોલર થવા અંદાજવામાં આવે છે. છેલ્લા 3 વર્ષથી ભારતમાં આવતા રેમિટન્સીસના પ્રવાહ નોંધપાત્ર રહ્યો છે: 16માં 62.7 અબજ ડોલર, 17માં 6પ.3 અબજ ડોલરનો રહ્યો હતો. 17ની આ રકમ ભારતની જીડીપીના 2.7 ટકા થવા જતી હતી એમ બ્રીફમાં જણાવાયું છે.
દ. એશિયામાં આવતા રેમિટન્સીસમાં 17 ના વર્ષમાં પ.7 ટકાના વધારા સામે 18માં મજબૂત ગતિ પકડીને 13ાા ટકા વધારો થયો હતો.
આ ઉછાળો વિકસિત (એડવાન્સ્ડ) અર્થતંત્રો-ખાસ કરી અમેરિકાના-માંની મજબૂત આર્થિક પરિસ્થિતિઓથી દોરવાઈને થયો છે અને તેલના ભાવમાંના વધારાની કેટલાક જીસીસી(જેમ કે યુએઈ, જયાં 18ના પ્રથમ અર્ધવાર્ષિક આઉટફલોઝના પ્રવાહમાં તેર ટકાની વૃદ્ધિ થઈ હતી)માંથી જતા આઉટફલોઝ પર હકારાત્મક અસર થઈ હતી.

Published on: Mon, 10 Dec 2018

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer