જો રામ મંદિર નિર્માણનો વિરોધ કર્યો તો સરકાર ઊથલાવી દઇશ : સુબ્રહ્મણ્યમ સ્વામી

નવી દિલ્હી, તા. 9 : રામ મંદિર નિર્માણને લઇને ભાજપ નેતા અને રાજ્યસભા સાંસદ સુબ્રહ્મણ્યમ સ્વામીએ કેન્દ્રની મોદી અને ઉત્તર પ્રદેશની યોગી સરકારને ચેતવણી આપી છે. મોદી સરકાર અને યોગી સરકારને પોતાનો વિરોધ બતાવતાં સ્વામીએ કહ્યું કે, જો આ સરકારોએ રામ મંદિર નિર્માણનો વિરોધ કર્યો તો તે સરકારને ઉથલાવી દેશે. રામ મંદિર નિર્માણ પર વધી રહેલી કવાયતની વચ્ચે સુબ્રહ્મણ્યમ સ્વામીનું આ નિવેદન સામે આવ્યું છે. જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (જે.એન.યુ.)માં એક કાર્યક્રમને સંબોધન કરતાં તેમણે કહ્યું કે, `જો આપણો રામ મંદિર નિર્માણનો મામલો જાન્યુઆરીમાં સૂચિબદ્ધ છે, તો આપણે તેને બે સપ્તાહમાં જીતી લેશું, કારણ કે મારા બે વિરોધી પક્ષકાર કેન્દ્ર સરકાર અને ઉત્તરપ્રદેશ સરકાર છે. શું તેમની પાસે મારો વિરોધ કરવાની તાકાત છે ? જો તેમણે આવું કર્યું તો હું સરકાર તોડી નાખીશ, પણ મને ખબર છે કે તેઓ આનો વિરોધ નહીં કરે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer