હસન રૂહાનીએ અમેરિકી પ્રતિબંધને આર્થિક આતંકવાદ ઠેરવ્યો

ઈરાનની આઝાદી અને ઓળખ ઉપર અમેરિકાએ હુમલો કર્યો હોવાનો આરોપ
તેહરાન, તા. 9: વર્ષ 2015ની પરમાણુ સમજૂતીમાંથી અમેરિકા બહાર થયા બાદ અમેરિકા દ્વારા ઈરાન ઉપર આર્થિક પ્રતિબંધોની અમલવારી શરૂ કરી છે ત્યારે આ પ્રતિબંધોને ઈરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાનીએ આર્થિક આતંકવાદ ઠેરવ્યા છે. રૂહાનીએ શનિવારના રોજ એક સંબોધનમાં કહ્યું હતું કે, અમેરિકાના ઈરાન ઉપર અન્યાયપૂર્ણ પ્રતિબંધ લાદવાનો નિર્ણય દેશ ઉપર નિશાન સાધવાની પ્રક્રિયા છે. જે આતંકવાદ જેવી જ ઘટના ગણી શકાય. 
આતંકવાદ અને ક્ષેત્રીય સહયોગ ઉપર આયોજિત સંમેલનમાં રૂહાનીએ અમેરિકા ઉપર શાબ્દિક પ્રહારો કર્યા હતા. જેમાં અફઘાનિસ્તાન, ચીન, પાકિસ્તાન, રશિયા અને તુર્કીના વક્તાઓ પણ સામેલ થયા હતા. રૂહાનીએ કહ્યું હતું કે, ઈરાન ઉપર અમેરિકા પ્રહારો કરી રહ્યું છે. અમેરિકાએ જે કાર્યવાહી કરી છે તે ઈરાનની ઓળખ અને આઝાદી ઉપર જોખમ સમાન છે તેમજ ઈરાને અન્ય દેશો સાથે મજબૂત કરેલા સંબંધોને તોડવાની એક કોશિશ છે. આ સાથે હસન રૂહાનીએ પ્રતિબંધોનો સામનો કરી રહેલા અન્ય દેશોનો પણ ઉલ્લેખ કર્યો હતો. 
 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer