રોના પૂર્વ પ્રમુખનો ખુલાસો : કારગિલ યુદ્ધ પહેલાં અડવાણીને અપાઈ હતી જાણકારી

ચંદિગઢ, તા.9: ભારતીય ગુપ્તચર સંસ્થા રોના પ્રમુખ રહી ચૂકેલા અમરજીતસિંહ દુલતે એક ઘટસ્ફોટ કરતાં કહ્યું છે કે 1999માં પાકિસ્તાન સામે ખેલાયેલા કારગિલ યુદ્ધની ગોપનીય જાણકારીઓ તત્કાલીન ગૃહમંત્રી લાલકૃષ્ણ અડવાણીને સમયસર આપી દેવામાં આવી હતી. દુલતનો આ ચોંકાવનારો ખુલાસો. કારગિલ યુદ્ધને ગુપ્તચર સંસ્થાઓની નિષ્ફળતા ગણાવતી પ્રચલિત માન્યતાઓથી વિપરિત છે. 
દુલત કારગિલ યુદ્ધ વખતે ઈન્ટેલિજન્સ બ્યુરોમાં હતા. ચંદિગઢમાં આયોજિત એક સૈન્ય સાહિત્ય મહોત્સવમાં આયોજિત એક ચર્ચા દરમિયાન તેમણે કહ્યું હતું કે તેમને કંઈક અસામાન્ય હિલચાલની જાણકારી મળેલી. સેનાની ટિપ્પણીઓ સાથે આ જાણકારીઓ ગૃહ મંત્રાલયને મોકલી દેવામાં આવી હતી.
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન પાક. સેનાની કઠપૂતળી હોવા અંગે થયેલા સવાલનો જવાબ આપતાં દુલતે કહ્યું હતું કે તાજેતરમાં જ 2008નો મુંબઈ હુમલો આતંકવાદી ઘટના હોવાનું ઈમરાને કહ્યું છે અને તેના વિશે કોઈપણ ધારણા બાંધતા પહેલા તેને સમય આપવો જોઈએ.
 
 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer