લખનઊમાં શિવપાલ યાદવની જનઆક્રોશ રૅલી : મંચ ઉપર પહોંચ્યા મુલાયમ

લખનઉ, તા. 9 : ઉત્તરપ્રદેશમાં નવી પાર્ટી બનાવ્યા બાદ મુલાયમ સિંહના ભાઈ શિવપાલ યાદવે લખનઉના રમાબાઈ મેદાનમાં જન આક્રોશ રેલી કરી હતી. આ રેલીમાં સમાજવાદી પાર્ટીના પૂર્વ અધ્યક્ષ મુલાયમ સિંહ યાદવ પણ પહોંચ્યા હતા. આ અગાઉ જ્યારે રેલીનો કાર્યક્રમ નક્કી થયો ત્યારે મુલાયમ સિંહ મંચ ઉપર હાજર રહેશે કે નહીં તેના ઉપર અટકળો લાગી રહી રહી હતી. પરંતુ રવિવારે શિવપાલની રેલીમાં પહોંચીને મુલાયમ સિંહે સ્પષ્ટ કર્યું હતું તેઓ અને શિવપાલ યાદવ હજી પણ સાથે જ છે. 
શિવપાલ યાદવે પરિવારથી અલગ એકલા ચાલવાની રાહ પકડી છે. જેને લઈને અલગ પાર્ટીની ઘોષણા કરી હતી.
રવિવારે પક્ષની જનઆક્રોશ રેલીમાં શિવપાલ યાદવે જનસંબોધનમાં ઉત્તરપ્રદેશની યોગી આદિત્યનાથની સરકાર ઉપર આકરા પ્રહારો પણ કર્યા હતા.

Published on: Mon, 10 Dec 2018

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer