બીજી એસી લોકલ વધુ આકર્ષક : વીજળી બચશે, પ્રવાસી ક્ષમતા વધશે

બીજી એસી લોકલ વધુ આકર્ષક : વીજળી બચશે, પ્રવાસી ક્ષમતા વધશે
મુંબઈ, તા. 9 : મુંબઈમાં આવનારી બીજી એસી લોકલ ટ્રેન મેટ્રો ટ્રેન પ્રમાણે જ આકર્ષક અને ચકચકિત રાખવાનો ચેન્નઈની આઈસીએફ કૉચ ફૅક્ટરીનો પ્રયાસ છે. હાલની એસી લોકલમાંની ખામીઓ નવી લોકલમાંથી દૂર થાય તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. તેમાં પ્રવાસી ક્ષમતા વધારવા ઉપરાંત વીજળી બચાવવાને પણ યંત્રણા મૂકવામાં આવશે.
મુંબઈ શહેર અને દેશની પ્રથમ એસી લોકલ ગત વર્ષે 25 ડિસેમ્બરે શરૂ થઈ હતી, જેને આ મહિનામાં એક વર્ષ પૂરું થઈ રહ્યંy છે.
આ લોકલમાં અનેકવાર ટેક્નિકલ ખામીઓ સર્જાઈ રહી છે અને તે નવી લોકલમાં દૂર કરવાને ચેન્નઈ કૉચ ફેક્ટરી અગ્રતા આપી રહી છે.
પ્રથમ લોકલમાં વીજળીનાં ઉપકરણો વગેરેની તમામ જવાબદારી ભારત હેવી ઈલેક્ટ્રિકલ (ભેલ) કંપની પર છોડવામાં આવી હતી. નવી એસી લોકલમાં તમામ વિદ્યુત ઉપકરણો ડબાની નીચેના ભાગમાં રહેશે. આથી વીજળીની બચત થશે અને મોટરની ક્ષમતા 50 ટકાથી વધવાનો દાવો પણ કરાઈ રહ્યો છે.
બીજી લોકલ મધ્ય રેલવેને અપાય એવી શક્યતા છે. આ ટ્રેન પનવેલ-ગોરેગાંવ હાર્બર રૂટ પર દોડાવાય એવા સંકેત મળે છે.
 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer