યુવાને થપ્પડ માર્યા બાદ આઠવલેએ સુરક્ષાની ખામીનો મુદ્દો ઉઠાવ્યો

યુવાને થપ્પડ માર્યા બાદ આઠવલેએ સુરક્ષાની ખામીનો મુદ્દો ઉઠાવ્યો
મુંબઈમાં કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય પ્રધાનને લાફો મારવાની ઘટના બાદ તપાસની માગણી
મુંબઈ, તા. 9 : કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ પોતાના પક્ષના એક કાર્યક્રમમાં થપ્પડ મારવાની ઘટનાને સુરક્ષામાં ખામી ગણાવી હતી. તેમણે કહ્યું કે `આ સંબંધમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ સાથે વાત કરીશ અને તપાસની માગણી કરશે.' બીજી બાજુ, મહારાષ્ટ્ર પોલીસે થપ્પડ મારવાની સામે એફ.આઇ.આર. નોંધીને કેન્દ્રીય મંત્રીની સુરક્ષા વ્યવસ્થા કડક કરી નાખી હતી.
રામદાસ આઠવલેએ કહ્યું કે, `હું એક લોકપ્રિય નેતા છું, આવું કોઇ વ્યક્તિ દ્વારા કોઇ વાતને લઇને ગુસ્સે થવા પર થયું છે. જ્યાં સુરક્ષા વ્યવસ્થા પૂરતી નથી. હું આ સંબંધમાં મુખ્યમંત્રી સાથે મુલાકાત કરીશ. જેની તપાસ થવી જોઇએ.'
નોંધનીય છે કે, શનિવારે અત્રે એક યુવકે તેમને થપ્પડ ઝીંકી દીધી હતી. આઠવલે પોતાની રિપબ્લીકન પાર્ટી ઓફ ઇન્ડિયાના એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા, જ્યાં યુવકે ઘટનાને અંતિમરૂપ આપ્યું હતું.
હુમલા પછી ત્યાં ઉપસ્થિત લોકોએ યુવકની ધોલાઇ કરી નાખી હતી. પછી તેને પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો. આરોપીની સામે પોલીસે એફ. આઇ.આર. નોંધી લીધી છે. આ ઘટના બાદ તનાવ ફેલાયો હતો અને શહેરમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી લેવામાં આવી છે.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer