મલાડના માલવણીમાં આગ, કોઈ જાનહાનિ નહીં

મલાડના માલવણીમાં આગ, કોઈ જાનહાનિ નહીં
મલાડ-પશ્ચિમમાં માલવણીની એક ઝૂંપડપટ્ટીમાં રવિવારે બપોરે સવાત્રણ વાગ્યે ભીષણ આગ ફાટી નીકળી હતી. જોકે સદ્નસીબે એમાં કોઈ જાનહાનિ થઈ નહોતી. માલવણીમાં ખારોડી તળાવ નજીક આવેલાં ત્રણથી ચાર ઝૂંપડાંઓમાં બપોરે આગ લાગી હતી. આગની માહિતી મળતાં અગ્નિશમન દળનાં 8 ફાયર-એન્જિન ઘટનાસ્થળે દોડી ગયાં હતાં અને લગભગ દોઢ કલાકની જહેમત બાદ આગ બુઝાવાઈ હતી. આગનું કારણ હજી સુધી જાણી શકાયું નથી
 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer