ભીખ નથી માગતા, રામમંદિર માટે કાયદો ઘડો : ભૈયાજી જોશી

ભીખ નથી માગતા, રામમંદિર માટે કાયદો ઘડો : ભૈયાજી જોશી
દિલ્હીમાં વિહિપની ધર્મસંસદ રૅલીમાં સંઘની સરકાર સામે ગર્જના : સત્તાધીશોએ મંદિરનિર્માણનું વચન આપ્યું હતું
નવી દિલ્હી, તા. 9 (પીટીઆઈ) : અયોધ્યામાં રામમંદિરનાં નિર્માણની માગણી માટે આજે રાજધાની દિલ્હીનાં રામલીલા મેદાનમાં ચાંપતા બંદોબસ્ત વચ્ચે યોજાયેલી વિશ્વ હિન્દુ પરિષદની ધર્મ સંસદ રેલીમાં ભગવા ખેસ અને ઝંડાઓ ધારણ કરીને હજારો લોકો ઉમટી પડયા હતાં. સંસદનું શિયાળુ સત્ર મંગળવારથી મળી રહ્યું છે અને તેનાં બે દિવસ પૂર્વે જ આયોજિત આ સભામાં સરકાર ઉપર રામ મંદિર માટે વટહુકમ કે કાયદા માટે સખત દબાણ ઉભું કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. રેલીમાં એકત્ર મેદનીને સંબોધતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)નાં સરકાર્યવાહક સુરેશ ભૈયાજીએ ભાજપ અને મોદી સરકાર ઉપર છ હુમલો બોલાવતાં આખરીનામુ આપી દીધું હતું અને કહ્યું હતું કે રામ મંદિર માટે કોઈ ભીખ માગવામાં આવી રહી નથી. સરકારે તેનાં માટે કાયદો બનાવવો જ જોઈએ અને તેના સિવાય બીજો કોઈ વિકલ્પ પણ નથી.

Published on: Mon, 10 Dec 2018

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer