પાર્ટીઓ વચ્ચેના વિવાદોનું રેરા દ્વારા નિરાકરણ કરાશે

મુંબઈ, તા. 10 : મહારાષ્ટ્ર રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી અૉથોરિટી (મહારેરા)ના નવા સર્ક્યુલર મુજબ જો સત્તાવાળા અથવા કાયદાકીય અધિકારીને એમ લાગે કે વિસંવાદ ધરાવતી પાર્ટીઓ વચ્ચે સેટલમેન્ટની શક્યતા જણાતી હોય તો તે કેસ પછી કોન્સોલિયેશન ઍન્ડ ડિસ્પ્યુટ રિસોલ્યુશન ફોરમને સોંપવો જોઈએ.
આનો અર્થ એ થાય કે સુનાવણી દરમિયાન પણ સુલેહભર્યા નિરાકરણ મળવાની શક્યતા હોય તો તેની ફોરમ દ્વારા પતાવટ થઈ શકે છે.
આમ તો મહારેરાને રિયલ એસ્ટેટ (રેગ્યુલેશન ઍન્ડ ડેવલપમેન્ટ) ઍક્ટ 2016ની કલમ 38 (2) હેઠળ પોતાની પદ્ધતિનું નિયમન કરવા સત્તા મળી છે. જેથી વિવાદનું નિરાકરણ લાવી શકાય તે માટે માર્ગદર્શિકાઓ ઈસ્યૂ કરીને તેને અસરકારક બનાવાઇ હતી. માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું છે કે હાઉસિંગ સત્તાવાળા અથવા મહારેરાનો નિર્ણય જાહેર કરતા અધિકારી દ્વારા ફરિયાદ સાંભળવામાં આવે ત્યારે બંને પક્ષની સંમતિ અનિવાર્ય રહે છે. સમાધાનની પ્રક્રિયા પૂરી કરવા તેની પૅનલે ગંભીર પ્રયાસ કરવા જોઈએ અને તેની  તપાસનો રિપોર્ટ નક્કી કરાયેલ મુદતે પૂરો કરીને જે તે અૉથોરિટીને સુપરત કરવો જોઈએ.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer