ઍડિલેડમાં ભારતની ઐતિહાસિક જીત : અૉસ્ટ્રેલિયાનો 291માં વીટો

ઍડિલેડમાં ભારતની ઐતિહાસિક જીત : અૉસ્ટ્રેલિયાનો 291માં વીટો
ઍડિલેડ, તા. 10 : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચની ટેસ્ટ સિરીઝનો પહેલો મુકાબલો ઍડિલેડમાં ચાલી રહ્યો છે. કાંગારુ બેટ્સમેન બીજી ઈનિંગમાં પણ ભારતીય બોલર્સ સામે ટકી ન શકતાં ભારત પ્રથમ ટેસ્ટ જીતી ગયું છે. 323 રનના ટાર્ગેટનો પીછો કરતાં ઓસ્ટ્રેલિયાની ટીમ 291 રનમાંઅૉલઆઉટ થઈ છે. 
બીજી ઈનિંગમાં ભારત તરફથી મોહમ્મદ શમી અને બુમરાહને 3-3 વિકેટ જ્યારે રવિચંદ્રન અશ્વિન 3 વિકેટ તો ઈશાંત શર્માને એક સફળતા મળી છે. 
ઍડિલેડમાં ઓસ્ટ્રેલિયાની ચોથી ઈનિંગમાં હાઈએસ્ટ 315 રન સુધીનો લક્ષ્યાંક મેળવી શક્યા છે. તેઓએ 1902માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટમાં ચોથી ઈનિંગમાં 6 વિકેટે 315 રન બનાવીને મેચ જીતી હતી.
જે બાદ પહેલી વખત300 રનનો આંકડો  વટાવી ન શકતા ભારત સામે તેનો પરાજય થયો છે.

Published on: Mon, 10 Dec 2018

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer