વડા પ્રધાનના PRO જગદીશ ઠક્કરનું નિધન

વડા પ્રધાનના PRO જગદીશ ઠક્કરનું નિધન
અમદાવાદ, તા. 10 : આજે વડા પ્રધાન કાર્યાલયના પીઆરઓ જગદીશ ઠક્કરનું મલ્ટિ ઓર્ગન ફેઈલ્યોરને કારણે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. ત્રણ મહિનાથી તેઓ દિલ્હીની એઈમ્સમાં દાખલ હતા. સારવાર દરમિયાન તેમણે આજે અંતિમ શ્વાસ લીધો હતો.  વડા પ્રધાને ટ્વીટ કરીને જગદીશ ઠક્કરની વિદાય પર શોક વ્યક્ત કરી પરિવાર અને સગાંસંબંધીઓને સહાનુભૂતિ વ્યક્ત કરી છે.

Published on: Mon, 10 Dec 2018

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer