જર્મનીની `બ્યૂટિફુલ'' પોલીસકર્મીના હાથે ધરપકડ માટે લોકોમાં પડાપડી

જર્મનીની `બ્યૂટિફુલ'' પોલીસકર્મીના હાથે ધરપકડ માટે લોકોમાં પડાપડી
નવી દિલ્હી, તા. 10 : વિશ્વમાં દરેક મહિલા ખૂબસૂરત દેખાવા ઈચ્છે છે. પરંતુ જર્મનીમાં એક મહિલા પોલીસકર્મીને પોતાની ખૂબસૂરતી એની નોકરી માટે મુસીબત બની ગઈ છે. આ મહિલા પોલીસકર્મી તેમની ધરપકડ કરે એ માટે લોકો સોશિયલ મીડિયા પર આ મહિલાકર્મીનો ફોટો જોઈને જાણી જોઈને નિયમો તોડી રહ્યા છે.
નોંધનીય છે કે જર્મનીની પોલસીકર્મી એડ્રિયન કોલેસઝરની ચુસ્ત બોડી અને સુંદરતાના કારણે સોશિયલ મીડિયા પર એના લાખો ફોલોઅર્સ છે. ઈન્સ્ટાગ્રામ પર એની તસવીર લોકોને ખૂબ પસંદ આવી છે, અહીંયા સુધી લોકો આ મહિલાકર્મી પાસે આવીને કહે છે કે, `અમારી ધરપકડ કરો.'
વિશ્વની સૌથી ખૂબસૂરત મહિલા પોલીસકર્મીની તસવીર કોઈ મૉડલ કે અભિનેત્રીથી ઊતરતી નથી. એડ્રિયન રોજ પોતાના ચુસ્ત ફિગર અને વર્કઆઉટના ફોટો ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરતી રહે છે. 
હવે જર્મનીના એક રાજ્યના પોલીસ વિભાગે 34 વર્ષીય ખૂબસૂરત પોલીસકર્મીને નોટિસ ફટકારીને કહ્યું છે કે હવે તમે પોલીસકર્મી તરીકે નોકરી કરો અથવા તો મૉડલ તરીકે કામ કરો.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer