અશ્વિની ઐયરની ત્રીજી ફિલ્મ કબડ્ડી પર

અશ્વિની ઐયરની ત્રીજી ફિલ્મ કબડ્ડી પર
સફળ ફિલ્મો `નીલ બટે સન્નાટા' અને `બરેલી કી બરફી' બનાવ્યા બાદ અશ્વિની ઐયર-તિવારીએ પોતાની ત્રીજી ડાયરેક્ટોરિયલ ફિલ્મ `પંગા'નું નિર્માણ શરૂ કર્યું છે. જે કબડ્ડીની લોકપ્રિય રમત પર આધારિત છે. જોકે તેમાં પારિવારિક મૂલ્યો ઉપરાંત સંબંધોના તાણાવાણાને ઉજાગર કરવામાં આવ્યા છે.
જોકે વધુ ખૂબીની વાત એ છે કે અશ્વિનીએ ફિલ્મની હીરોઈનો કંગના રનૌત અને રિચા ચઢ્ઢાને કબડ્ડીની રમતમાં પારંગતતા કેળવવા માટે લગભગ દોઢ મહિના સુધી બન્ને હીરોઈનોને કબડ્ડીની રમત શીખવાડવા માટે કમર કસી છે. કબડ્ડીની નેશનલ એવૉર્ડ વિજેતા ખેલાડીઓનો પણ આ ફિલ્મમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

Published on: Wed, 12 Dec 2018

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer