આમિર ફાતિમા શેખને આપશે ત્રીજો મોકો

આમિર ફાતિમા શેખને આપશે ત્રીજો મોકો
બૉલીવૂડમાં જેની ગણના એક સૌથી બુદ્ધિશાળી અને ગણતરીબાજ કલાકાર-નિર્માતામાં થાય છે એવા આમિર ખાને તેની કૉ-સ્ટાર એવી અભિનેત્રી ફાતિમા શેખને પહેલવહેલી ફિલ્મ `દંગલ'માં કામ કરવાની તક આપી અને ફિલ્મ સુપરહીટ નીવડી તેથી પોરસાઈને આમિરે એક ડગલું આગળ વધી `ઠગ્સ અૉફ હિન્દુસ્તાન'માં પણ તેને મહત્ત્વનો રોલ આપ્યો. જોકે આ ફિલ્મ બોક્ષ અૉફિસ પર કંઈ ઉકાળી શકી ન હતી, તેમ છતાં આમિર ખાન પોતાની આગામી નિર્માણાધીન ફિલ્મમાં ફાતિમા શેખને હીરોઈન તરીકે લેવાનું પ્લાનિંગ કરી રહ્યો છે. આ ફિલ્મ એક રોમેન્ટીક કોમેડી હોઈ તેનું બજેટ સુધ્ધાં મર્યાદિત હોવાનું બૉલીવૂડના માહિતગાર સૂત્રોએ જણાવ્યું હતું. દેખીતી રીતે આ વખતે આમિર ખાન કોઈપણ પ્રકારનું નાણાકીય જોખમ ઉઠાવવા નથી માગતો.
Published on: Wed, 12 Dec 2018

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer