ફરાહ ખાન ફરીથી ઈજાગ્રસ્ત

ફરાહ ખાન ફરીથી ઈજાગ્રસ્ત
કોરિયોગ્રાફર અને ડિરેક્ટર ફરાહ ખાનને ગત 28મી મેએ તેના ટીવી પરના રિઆલિટી શો `ડાન્સ ઈન્ડિયા ડાન્સ'નું શૂટિંગ કરતી વખતે અકસ્માતે પડી જવાથી જમણા પગમાં ફ્રેક્ચર થયું હતું અને તેને બેડ રેસ્ટની સલાહ આપવામાં આવી હતી. જોકે હવે ફરાહ ખાન ફરીથી ઈજાગ્રસ્ત બની છે.
વાત જાણે એમ છે કે ફરાહ તેના પુત્ર ઝારને પિયાનો કલાસમાંથી લેવા ગઈ હતી ત્યારે ઉબડખાબડ ફૂટપાથ પરથી ચાલતી વખતે બેલેન્સ ગુમાવવાને કારણે પડી ગઈ હતી અને ફરીથી તેને પગમાં ઈજા થઈ હતી. તેમ છતાં ફરાહ ખાન `બ્રેક' સિવાય સુનીલ ગ્રોવરના શો `કાનપુરવાલે ખુરાના'નું શૂટિંગ ચાલુ રાખવા વિચારી રહી છે.
Published on: Wed, 12 Dec 2018

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer