પ્રિયંકા-નીકનું મુંબઈ રિસેપ્શન 20મી ડિસેમ્બરે

પ્રિયંકા-નીકનું મુંબઈ રિસેપ્શન 20મી ડિસેમ્બરે
બૉલીવૂડ એટલે કે બી-ટાઉનની સૌથી લોકપ્રિય જોડી દીપિકા પદુકોણ અને રણવીર સિંહના લગ્નનો જલસો ભવ્યાતિભવ્ય રીતે સંપન્ન થયો છે ત્યારે બીજી તરફ અમેરિકન સિંગર નીક જોનાસ સાથે જોધપુરના ઉમેદ ભવન પેલેસમાં બેન્ડ, બાજા અને પરિવાર સાથે બૉલીવૂડની ચુલબુલી એકટ્રેસ પ્રિયંકા ચોપરા 29મી નવેમ્બરે લગ્નગ્રંથિથી જોડાઈ હતી.
હવે બૉલીવૂડના સૂત્રોએ આપેલી માહિતી અનુસાર પ્રિયંકા અને નીકનું મુંબઈ ખાતેનું રિસેપ્શન 20મી ડિસેમ્બરે યોજાશે. આ માટે તેમણે બાંદરાની એક ફાઈવ-સ્ટાર હૉટલ પર પસંદગી ઉતારી છે અને તેની તમામ વિધિ પૂર્ણ થાય કે તેઓ પોતાના આમંત્રિતોને રિસેપ્શનનું કાર્ડ મોકલવાનું શરૂ કરશે. રાજધાની દિલ્હીમાં 4થી ડિસેમ્બરે યોજાયેલા તેમના રિસેપ્શનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહ્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer