અયોગ્ય બૉલિંગ ઍક્શનના કારણે અકિલા ધનંજય ઉપર આઈસીસીનો પ્રતિબંધ

અયોગ્ય બૉલિંગ ઍક્શનના કારણે અકિલા ધનંજય ઉપર આઈસીસીનો પ્રતિબંધ
દુબઈ, તા. 11: શ્રીલંકાના ઓફ સ્પિનર અકિલા ધનંજયને અયોગ્ય બોલિંગ એક્શનના કારણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બોલિંગ કરવા માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. આઈસીસીએ સોમવારે ધનંજય ઉપર પ્રતિબંધની જાહેરાત કરી હતી. શ્રીલંકામાં ઇંગ્લેન્ડ સામે ગયા મહિને રમાયેલા ટેસ્ટ મેચ દરમિયાન અકિલા ધનંજયની બોલિંગ એક્શન સંદિગ્ધ હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. ઇંગ્લેન્ડે આ મેચ 211 રનથી જીતવાની સાથે શ્રેણીમાં 3-0થી ક્લીનસ્વીપ કર્યું હતું. આ મેચ બાદ ઓફ સ્પિનરની બોલિંગ એક્શનની 23 નવેમ્બરના રોજ બ્રિસબનમાં સ્વતંત્ર આંકલન કરવામાં આવ્યું હતું. જેમાં એક્શન નિયમો પ્રમાણે યોગ્ય ન હોવાનું સામે આવ્યું હતું. આઈસીસીએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, તપાસ દરમિયાન અકિલા ધનંજયની બોલિંગ એક્શન અયોગ્ય હોવાનું તથ્ય સામે આવ્યું છે અને તાત્કાલિક પ્રભાવથી તેના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે છે. 
Published on: Wed, 12 Dec 2018

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer