ભારતની જીત બાદ વિનિંગ કૅચ ઉપર વિવાદ

ભારતની જીત બાદ વિનિંગ કૅચ ઉપર વિવાદ
એડિલેડ, તા. 11: ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટમાં 31 રને જીત મેળવીને ભારતીય ટીમે ઈતિહાસ બનાવ્યો હતો પરંતુ આ સાથે મેચની છેલ્લી વિકેટને લઈને વિવાદ પણ શરૂ થયો છે. અશ્વિનના બોલ ઉપર હેઝલવૂડનો કેચ કેએલ રાહુલે ઝડપ્યો હતો અને ભારતે મેચમાં જીત નોંધાવી હતી પરંતુ હવે આ કેચ ઉપર શંકા ઉઠાવીને ઓસ્ટ્રેલિયાની મીડિયા જીત ઉપર પણ સવાલ ઉઠાવવાની કોશિશ કરી રહ્યું છે. ઓસ્ટ્રેલિયાના ફોક્સ ક્રિકેટે છેલ્લા કેચનો વીડિયો શેર કરીને સવાલ કર્યો હતો કે શું આ કેચ ક્લીન હતો ? આ વીડિયો શેર કર્યા બાદ હવે ફોક્સ ક્રિકેટ સામે નારાજગી પણ જાહેર કરવામાં આવી રહી છે. પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ડિન જોન્સે પણ સવાલ કરતા કહ્યું હતું કે, સામાન્ય રીતે દરેક વિકેટ બાદ કેચ અને નો બોલ જોવામાં આવે છે પણ ઓસ્ટ્રેલિયાની અંતિમ વિકેટ ઉપર આવી કોઈ તપાસ થઈ નહોતી. જો કે જોસનો વિરોધ શરૂ થયા બાદ તેણે એકાએક નિવેદન બદલીને કહ્યું હતું કે, તેણે રિપ્લે જોયો છે અને કેચ શંકાસ્પદ નથી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer