આ વર્ષે ઘઉંનો વાવેતર વિસ્તાર વધશે

આ વર્ષે ઘઉંનો વાવેતર વિસ્તાર વધશે
ચંડીગઢ, તા. 11 : દેશમાં આ વર્ષે ઘઉંનું વાવેતર વધે તેવી સંભાવના છે. કારણ કે કઠોળનું વાવેતર કરવા ખેડૂતો ઊંચા એમએસપીના લીધે આ અનાજ તરફ વળ્યા છે અને ઘઉંનો મોટો પાક લેતા યુપી અને એમપીમાં ઘઉંનો પાક વિસ્તાર વધે એવી સંભાવના છે.
અત્રે યાદ રાખવાનું કે મધ્યપ્રદેશ જેવા રાજ્યના ખેડૂતો રાજ્ય સરકારે જાહેર કરેલા ઊંચા એમએસપી અને તેની ઉપરના મિનિમમ સપોર્ટ પ્રાઈસને લીધે ઘઉંનું વાવેતર કરવા પ્રેરશે. આ વર્ષે ખેડૂતો કઠોળની વાવણી ઘટાડે એમ મનાય છે. આમ ઘઉંના બેકરેજમાં થનારો કોઈ પણ પ્રકારનો વધારો મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને બિહાર સહિતનાં રાજ્યોમાં પડેલા કમોસમી વરસાદની ઘટથી ભરપાઈ થઈ જશે.
ડાંગરનો પાક મોડો ઊતર્યો હોવાથી રાજ્યમાં વાવણીસત્ર લંબાય એમ મનાય છે. રાજ્યોમાં 60 લાખ હેકટરમાંથી 95 ટકામાં ઘઉંની વાવણી થઈ ચૂકી છે અને તે સેન્ટ્રલ પુલિંગમાં 45 ટકા ફાળો ધરાવે છે. આ વર્ષે ઉપરોક્ત વધારો થવાથી સીડર્સ ખુશ છે. જેના લીધે ઘઉંની મિકેનિકલ વાવણી થઈ શકશે અને પ્રક્રિયા વધારે ઝડપી બનશે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer