ઘાટકોપરના હીરાના વેપારીની હત્યા સંદર્ભે વધુ ત્રણની ધરપકડ

મુંબઈ, તા. 11 (પીટીઆઇ) : ઘાટકોપરના હીરાના વેપારી રાજેશ્વર ઉદાણીની હત્યા અંગે પોલીસે આજે વધુ ત્રણ શખસોની ધરપકડ કરી છે. આ સાથે ઉદાણીની હત્યા અંગે પકડાયેલાઓની સંખ્યા 6 પર પહોંચી છે.
પોલીસે જણાવ્યું હતું કે આજે મહેશ ભોઈસર (31), નિખાત ઉર્ફે ઝારા ખાન (20) અને સાઈસ્ત સરવર ખાન (41)ની ધરપકડ કરવામાં આવી છે. આજે પકડાયેલા ત્રણેય જણ પર હત્યા, અપહરણ અને ષડ્યંત્ર ઘડવાનો આરોપ મૂકવામાં આવ્યોછે.
ઉદાણીના પોસ્ટમૉર્ટમમાં માલૂમ પડયું હતું કે તેમને ગળું દબાવીને મારી નાખવામાં આવ્યા હતા. તેમના શરીર પર ફ્રૅક્ચર છે. 
ઘાટકોપરમાં રહેતા હીરાના વેપારી રાજેશ્વર ઉદાણી ગઈ 28 નવેમ્બરે ગુમ થયા હતા. બાદમાં ગયા શુક્રવારે તેમનો મૃતદેહ પનવેલથી મળ્યો હતો. તે અંગે પોલીસે મહારાષ્ટ્રના પ્રધાનના ભૂતપૂર્વ સેક્રેટરી સચીન પવાર અને બળાત્કારના પ્રકરણમાં સંડોવણી બદલ સસ્પેન્ડ થયેલા પોલીસ કૉન્સ્ટેબલ દિનેશ પવારની ધરપકડ કરવામાં આવી છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer