અમેરિકી મહિલા પર બળાત્કાર કરવાના કેસમાંથી મુંબઈના ડૉક્ટરનો છુટકારો

મુંબઈ, તા.11 : અમેરિકાની પરિણીત યુવતી પર બળાત્કાર અને છેતરપિંડીના 2012ના વર્ષના કેસમાંથી દક્ષિણ મુંબઈના 44 વર્ષના ડૉક્ટરને સેશન્સ કોર્ટે આરોપમુક્ત કર્યા છે. આધ્યાત્મિક માર્ગદર્શનના નામે આ ડૉક્ટરે તેની સાથે છેતરપિંડી અને બળાત્કાર કર્યો હોવાનો કેસ નોંધાયો હતો.
ફરિયાદમાં મહિલાએ જણાવ્યું હતું કે વર્ષ 2008માં આ ડૉક્ટરને અમેરિકાના લૉસ ઍન્જલસમાં પહેલી વાર પરિવાર સાથે મળી હતી અને ત્યાર બાદ તે મુંબઈ આવી ત્યારે દક્ષિણ મુંબઈમાં તેના ઘરે બોલાવીને આધ્યાત્મિક પ્રવચન આપ્યું હતું. ત્યાર બાદ અવારનવાર આ ડૉક્ટર લેક્ચરના નામે ઘરે બોલાવીને ગુલાબજળ સાથે અન્ય પદાર્થ ભેળવીને પીવડાવતો હતો અને બેહોશીની હાલતમાં બળાત્કાર કરતો હતો. ફરિયાદ પ્રમાણે ડૉક્ટરે આ મહિલાના ત્રણ લાખ રૂપિયાના સોનાના દાગીના પણ લઈ લીધા હતા. પોલીસે જણાવ્યા પ્રમાણે ફરિયાદ બાદ અૉગસ્ટ 2012માં આરોપી ડૉક્ટરની ધરપકડ કરવામાં આવી હતી અને બે મહિના બાદ બૉમ્બે હાઈ કોર્ટે તેને જામીનમુક્ત કર્યો હતો.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer