દર વર્ષે સાડાત્રણ ખર્વ ડૉલર લાંચ અને ભ્રષ્ટાચારરૂપે ચૂકવાય છે : યુનો

ન્યૂ યૉર્ક, તા. 11 : દર વર્ષે સાડા ત્રણ ખર્વ ડોલર - જે વૈશ્વિક જીડીપીના પાંચ ટકા થવા જાય છે - લાંચ તરીકે ચૂકવાતા રહ્યા છે અથવા ભ્રષ્ટાચાર મારફત સરકાવાતા રહ્યા છે, એમ સંયુક્ત રાષ્ટ્રસંઘે જણાવ્યું હતું. દર વર્ષે 9 ડિસેમ્બરે મનાવાતા આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિન નિમિત્તેના સંદેશામાં યુનોના વડા એન્તોનીઓ ગુટેરસે ભ્રષ્ટાચારને યુનોના મૂલ્યો પરનો પ્રહાર સમો ગણાવ્યો હતો.
તે સમાજ પાસેથી શાળાઓ, હોસ્પિટલો અને અન્ય મહત્ત્વની સેવાઓ છીનવી લે છે, વિદેશી રોકાણો તાણી જાય છે અને રાષ્ટ્રોને તેઓના કુદરતી સ્રોતોથી વંચિત કરે છે, એમ યુનોના વડાએ જણાવ્યું હતું.
વર્ષે એક ટ્રિલિઅન (ખર્વ) લાંચ પેટે ચૂકવાય છે, જ્યારે 2.6 ટ્રિલિઅન ચોરાય છે, તે બધું ભ્રષ્ટાચારના વાંકે થાય છે. 

Published on: Wed, 12 Dec 2018

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer