કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં ચાર પોલીસ શહીદ

શ્રીનગર,તા.11 જમ્મુ અને કાશ્મીરના શોપિયાંમાં આતંકવાદીઓએ ફરી એકવાર કાયરતાપૂર્ણ કૃત્ય આચર્યું છે. જેનપોરામાં ત્રાસવાદીઓએ એક પોલીસ ચોકી પર હુમલો કરી દેતાં ત્રણ પોલીસ કર્મચારી શહીદ થયા હતા. 
આજે બપોરે આતંકીઓએ અચાનક અહીં પોલીસ પોસ્ટ પર હુમલો કરી અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં ત્રણ પોલીસ કર્મચારી વીરગતિ પામ્યા હતા, તો એક જવાન ગંભીર રીતે ઘવાયો હતો. ઈજાગ્રસ્ત પોલીસ કર્મચારીને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરાયો છે. 
સ્થાનિક મીડિયાના હેવાલો મુજબ, હુમલા બાદ ત્રાસવાદીઓએ પોલીસ જવાનોના હથિયારો પણ ઝુંટવી લીધા હતા અને નાસી ગયા હતા. સુરક્ષાદળોએ આતંકીઓને નાથવા માટે સમગ્ર વિસ્તારને ઘેરાબંધી કરી છે.  ઉલ્લેખનીય છે કે હાલમાં જ શ્રીનગરના બહારી વિસ્તાર મુજગુંદમાં સુરક્ષા દળોએ એક અથડામણમાં 3 આતંકી ઠાર માર્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer