દાભોળકર, પાનસરે, ગૌરી લંકેશ અને કલબુર્ગીની હત્યા વચ્ચે સમાન કડી હોય

તો સીબીઆઈ તપાસ કરે : સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી તા. 11:  સામાજિક કાર્યકરો- નરેન્દ્ર દાભોલકર, ગોવિંદ પાનસરે, પત્રકાર ગૌરી લન્કેશ અને રેશનલિસ્ટ એમએમ કલબુર્ગીના હત્યા કેસોમાં સમાન કડી જ હોય તો તે તમામની હત્યાઓની તપાસ તે જ શા માટે ન કરે તે અંગે જવાબ રજૂ કરે એમ સર્વોચ્ચ અદાલતે આજે સીબીઆઈને તાકીદ કરી હતી. જસ્ટીસ યુયુ લલિત અને જસ્ટીસ નવિન સિંહાની બનેલી બેન્ચે જાન્યુ.ના પ્રથમ સપ્તાહ સુધીમાં આ અંગે જાણ કરવા સીબીઆઈને જણાવ્યુ હતું. મહારાષ્ટ્ર સરકારના ધારાશાત્રીએ અદાલતને જણાવ્યું હતું કે દાભોલકર હત્યા કેસને બોમ્બે હાઈ કોર્ટે એજન્સીને તબદિલ કર્યા બાદ સીબીઆઈ તે તપાસી રહી છે.
કર્ણાટક પોલીસનો સ્ટેટસ તપાસી ગયા બાદ અદાલતે જણાવ્યું હતું કે ગૌરી લન્કેશ અને રેશનલિસ્ટ એમએમ કલબુર્ગીની હત્યાઓ વચ્ચે કડી રહેલી જણાય છે.
બેન્ચે મહારાષ્ટ્ર સરકારના ધારાશાત્રીને પાનસરે હત્યા કેસની તપાસની સ્થિતિ જણાવવા સૂચના આપતા તે કોલ્હાપુર ખટલા કોર્ટ સમક્ષ પડતર હોવા જણાવ્યુ છે.
કલબુર્ગી હત્યા કેસ અંગે 3 માસમાં ચાર્જશીટ નોંધાવશું એમ રાજય પોલીસે બેન્ચને જણાવ્યું હતું.
Published on: Wed, 12 Dec 2018

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer